ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું પડ્યું
ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કલોલ માણસા, ગાંધીનગર તેમજ ચીલોડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું માવઠું પડયું હતું. જ્યારે કલોલ તાલુકામાં સવારે બે કલાક દરમિયાન ૨ મી.મી વરસાદ પડી ચૂક્યો હોવાનું સરકારી ચોપડે નોંધ કરાઈ છે. એજ રીતે માણસા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે અલુવા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડયાં છે.
અચાનક કમોસમી વરસાદ પડવાની શિયાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે રાજ્યના વિવિધ વિસ્તારોની જેમ ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે કલોલ, માણસા, ચીલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે કલોલ તાલુકામાં સવારે ૬થી ૮ કલાક દરમિયાન ૨ મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી સાથે આગામી ચાર દિવસ રાજયના ઉત્તર- મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની પણ વકી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જે મુજબ ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. ૧૬ નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધવાની સાથે ભારતનાં મોટા ભાગમાં ૧૭થી ૨૦ નવેમ્બરમાં માવઠું આવે વ્યક્ત કરનાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગરમાં એક બાદ એક હવાનું પ્રેશર ઉભુ થાય તેવી શક્યતા સાથે ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી તારીખ ૧૮, ૧૯, ૨૦ અને ૨૧ ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિનાં લીધે બંગાળનાં ઉપસાગરમાં થતા હવાનાં દબાણમાં ગુજરાત પ્રભાવિત થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી.