સુરતના કામરેજમાં ૬ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

 ( ૨૪ જૂન ) વટસાવિત્રી નિમિત્તે સુરત જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જિલ્લા મોટા ભાગના તાલુકાઓમાં બુધવારે રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી. કામરેજ તાલુકામાં રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીમાં ૧૧૫ મિમી એટલે કે અંદાજીત સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

બારડોલી તાલુકામાં રાત્રી દરમ્યાન ૬ મિમી અને સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમ્યાન ૧૪મિમી એટલે કે ૨૦ મિમી એટલે કે કુલ ૦.૮ ઇંચ વરસાદ થયો હતો. બીજી તરફ પલસાણા તાલુકામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી ૨૬મિમી અને સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૪૫ મિમી મળી કુલ ૭૧ મિમી એટલે કે ૨.૮ ઇંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થયો હોવાના અહેવાલ છે.

બારડોલી અને પલસાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કામરેજમાં સવારે ૬ વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હોવાનું જાણવા મળે છે. સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. બીજી તરફ સારા વરસાદને પગલે ખેતી કામમાં જોતરાયેલા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news