પરવાનગી વગર વૃક્ષ કાપવા મુદ્દે પૂર્વ મહિલા સરપંચને ૧૧ હજારનો દંડ
વડોદરા ગ્રામ્ય મામલતદાર વાયઆર ગોસાંઇની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં ૧૮ ડાળી અને લીમડાના ૬ અને પીપળાનું ૧ મળી ૭ ઝાડ મંજૂરી વિના કપાવ્યાં હોવાનું સાબિત થયું હતું. જેથી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો ૧૯૫૧ની કલમ (૩) (૧) (એ) હેઠળ ગુનો થયો હોવાથી દંડને પાત્ર છે તેવી નોંધ મૂકી હતી. મામલતદારે લીમડાનાં ૬ વૃક્ષો માટે રૂા.૪૮૦૦, પીપળાના વૃક્ષ માટે રૂા.૮૦૦ અને ડાળીઓ માટે રૂા.૫૪૦૦ મળી કુલ ૧૧ હજારનો દંડ તત્કાલીન સરપંચ ઉર્મિલાબેનને કર્યો હતોશહેર નજીક અંકોડિયામાં ૭ વૃક્ષો અને ૧૮ ડાળખી કાપી નાખવાના વિવાદમાં તત્કાલીન મહિલા સરપંચને ૧૧ હજારનો દંડ કરતો હુકમ મામલતદારે કર્યો હતો. અંકોડિયામાં ૨૦૧૭માં ઉર્મિલાબેન વાળંદ સરપંચ હતાં.
અંકોડિયામાં પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં વડની ૮ ડાળી, પીપળાના વૃક્ષની ડાળી, અંકોડિયાથી કોયલીના રસ્તા પર મંદિર પાસે વડની ૧૪ ડાળી લીલા પીપળા સહિતનાં વૃક્ષો કાપ્યાં હતાં. જેમાં પૂર્વ સરપંચ ઉર્મિલાબેને નિયમોને નેવે મૂકી વૃક્ષો કપાવ્યાં હોવાના આક્ષેપ સાથે ફરિયાદ વડોદરા ગ્રામ્ય મામલતદારની કોર્ટમાં થઇ હતી. જેની સુનાવણી કરાઈ હતી. તપાસમાં પંચનામું પણ કરાયું હતું.