ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી, રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના નથી. જો કે, રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આજે સોમવાર સવાર સુધીમાં, વર્તમાન ચોમાસામાં અત્યાર સુધી ૯૩ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂકયો છે. ૧૫ મી ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આપેલી આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરત, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન જે જણાવીએ, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે અમદાવાદ, આણંદ, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં ૩૧ ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ આજે વડોદરા, તાપી, સુરત, સાબરકાંઠા, નવસારી, નર્મદા, મહીસાગર, ગીર સોમનાથ, ભાવનગર સક્તિના જિલ્લાઓમાં ૩૦ ડિગ્રી તાપમાન રહેશે. તો બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ,પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ૨૯ ડિગ્રી તાપમાન રહેશે. તો સુરેન્દ્રનગરમાં ૨૮ ડિગ્રી તાપમાન રહેશે.