ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. સવારે અને રાત્રે ધુમ્મસ રહેશે. નોંધનીય છે કે આવતીકાલથી દિલ્હી સહિત છ રાજ્યોમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. ઘણા રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી યથાવત રહેશે. તેમજ હરિયાણા અને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીમાં વધારો થઇ શકે છેદિલ્હી ધુમ્મસ અને ઠંડીના બેવડા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. માત્ર રાજધાની જ નહીં પરંતુ દેશના મોટાભાગના ઉત્તર ભારતના રાજ્યોમાં આ બંનેની અસર વર્તાઈ રહી છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને અન્ય ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર ચાલી રહી છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો કે આજે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.