મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં GOPIO દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના વાયબી સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય.એન.એ મલેશિયામાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO)ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી અને PIO સમુદાયને માનનીય વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. સમિટ દરમિયાન ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડૉ. રાહુલ ગુપ્તાએ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.

મલેશિયા ખાતે હાઈ કમિશન દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ભોજન લીધું અને ગુજરાત પ્રતિનિધિ મંડળનું ગુજરાતી સમાજ કુઆલાલમ્પુર દ્વારા આયોજિત  કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી. મંત્રી બલવંતસિંહ રાજપુતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા, તાજેતરની રાષ્ટ્રીય સ્તરની પહેલોની વિગતો વહેંચી હતી. તેમણે સમુદાયને ગુજરાતમાં તકો શોધવા આમંત્રણ પણ આપ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news