અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ UPL 1 કંપનીમાં લાગી આગ, દુર દુરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

અંકલેશ્વર ખાતે GIDCમાં આવેલા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કપનીના યુનિટ 1 ખાતે આગ લાગવાનો બનાવ બન્યો. આ ઘટનામાં 5 જેટલા કામદારો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કંપનીમાં અચાનક આગ લાગવાના કારણે લોકોને દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને બુઝાવવા ફાયર બ્રિગેડને જવાનો ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા લોકોને લાંબા અંતરથી પ્ણ પ્લાન્ટમાં ધુમાડાના ગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા. છે.આગ લાગવાને કારૅણે 5 લોકો આગ ની ઝપેટ મા આવી ગયા હતા. જેઓને અંકલેશ્વરની  ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

આ ઘટનાની જાણ GPCB અને પોલીસ ટીમને થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી આવી હતી. અચાનક લાગેલ આગ અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news