ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે અમદાવાદ એરપોર્ટ પર ડેમોંસ્ટ્રેશન યોજાયું

અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્‌ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ રીતે ઝડપી કામગીરી કરી શકાય તેના માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા એરપોર્ટ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ વગેરેને માહિતગાર કરવામાં આવ્યા હતા. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા એરપોર્ટ પર એરક્રાફ્ટ લેન્ડિંગ ક્રેશ તેમજ અન્ય દુર્ઘટનાઓમાં ફાયરબ્રિગેડ કવીક રિસ્પોન્સ કરી શકે છે તેમજ એરપોર્ટ કર્મચારીઓ- સિક્યુરિટીને માહિતગાર કરવા ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.

ગુજરાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી ઓથોરોટી દ્વારા ત્રણ આધુનિક રોબો આપવામાં આવ્યાં છે. ત્રણ રોબોમાંથી અમદાવાદમાં રોબોનું પ્રથમ ડેમોસ્ટ્રેશન કરાયુ હતું. ક્લબ ફર્સ્‌ટ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલ XENA .૦૫ ફાયર રોબોટની કામગીરી અને પરિક્ષણ કરવામાં આવ્યું હતું.રોબોની ખાસિયત એવી છે કે એક કિમી સુધી દૂરથી ઓપરેટ થઈ શકે છે. ૯૦ મીટર દૂર સુધી ૪ હજાર લીટર એક મિનિટમાં પાણી છોડી શકે અને ૩૬૦ ડિગ્રી ફરી શકે છે અને સાથે જ હોરિઝોન્ટલ અને વર્ટિકલ દિશામાં પણ ફરી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news