અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગનું કારણ અકબંધ

ભરૂચઃ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજરોજ બપોરના અરસામાં ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી.

કંપનીના સી-૯માં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગના કારણે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યાં હતા. આગને પગલે ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ૬ જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહેલા જોવા મળી રહ્યાં હતા. અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગની ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતા તેઓ અન્ય અધિકારીઓ સહીત પોલીસ અધિકારી સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આગ કેવી રીતે લાગી તેને લઇને કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news