સુરતમાં થર્મોકોલની ઓફિસમાં આગ ભભૂકીઃ લાખોનું નુકસાન
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફીસમાં અચાનક આગ લાગી જતા ફાયર દોડતું થઈ ગયું હતું. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઓફિસનો કાચ તોડી જવાનો ઓક્સિજન પહેરીને અંદર ઘૂસ્યા હતા. ભારે ધુમાડા વચ્ચે આગને કાબૂમાં લીધી હતી.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, હાલ કન્ટ્રોલમાં છે. કોઈ જાનહાનિ નોંધાય નથી.પરંતુ લાખોનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે.