જુનાગઢના જીઆઈડીસીમાં રઝા એન્ટરપ્રાઈઝ નામની સાવરણી બનાવતા કારખાનામાં આગ લાગતા ૬ લાખનું નુકશાન
જુનાગઢ શહેરમાં આવેલા જીઆઇડીસી ૧ વિસ્તારમાં આવેલા રઝા એન્ટરપ્રાઇઝ નામના સાવરણી બનાવવાના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે આસપાસના લોકોમાં થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી.
જો કે, આગની જાણ થતા કારખાના માલિક દોડી આવેલ હતા તેમજ આગ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. આગના પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પાણીના બમ્બા સાથે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી. વિકરાળ આગ ઉપર ફાયરની ટીમે બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ આગના કારણે સાવરણી બનાવવાના કારખાનામાં રહેલી મશીનરી તથા અનેક ચીજવસ્તુઓ સહિત ૫થી ૬ લાખથી વધુનો માલસામાન બળીને ખાખ થઈ જવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત થયો છે.
આ આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.જુનાગઢમાં જીઆઈડીસી ૧માં સાવરણી બનાવવાના કારખાનામાં અચાનક વિકરાળ આગ લાગી હતી. ઘટનાના પગલે સ્થળ પર ફાયરના બબા સાથે દોડી આવેલ ફાયરબ્રિગેડની ટીમએ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી. આ આગના કારણે કારખાનાના માલિકને અંદાજે રૂપિયા ૫થી ૬ લાખનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે