ખાનપુરમાં બીએસએનએલની ઓફિસમાં આગઃ મોટી જાનહાનિ ટળી
ખાનપુર વિસ્તારમાં કામા હોટલ પાસે આવેલી પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં બુધવારે આગ લાગવાનો બનાવ બન્યો છે. બીએસએનએલની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસના એસીમાં આગ લાગતા આખી બિલ્ડીંગને ખાલી કરવાની ફરજ પડી હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ અને સ્નોરકેલ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીના મારાથી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
આજ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફિસની મેઈન ઓફિસ આવેલી છે. તેમજ કાચ તોડવા દરમિયાન જગદીશ યાદવ નામના ફાયરમેનને ઈજા થઈ હતી.
શહેરના ખાનપુર વિસ્તારમાં પી એન્ડ ટી નામની બિલ્ડીંગમાં બીએસએનએલની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં આગ લાગતા આખી બિલ્ડીંગ ખાલી કરાવી દેવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગની ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત કે ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી. હાલમાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ ઓલવવાની કામગીરી દરમિયાન કાચ તોડવા પડ્યા હતા.