વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ કરવાની ફરજ પડી હતી.

આ ઘટનાની જાણ થતા નવસારી અને વલસાડ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહંચી હતી. પોલીસને જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ટેન્કરની પાછળ જઈ રહેલી વાન પણ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આગ ભીષણ રીતે ફેલાઇ જવા પામી હતી, જેના પગલે ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનરના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નેશનલ હાઈવે પર ટેન્કર પલ્ટી જતાં આગ લાગતા લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા. તો બીજી તરફ આગની કારણે આકાશમાં કાળા રંગના ધૂમાડા જોવા મળી રહ્યાં હતા. જોકે પોલીસ દ્વારા સ્થળ પરથી લોકોને હટાવી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news