જામનગરમાં ઇલેક્ટ્રિક વ્હીકલના એસેમ્બલી પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો
રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોમાં આગ લાગવાની ઘટના અવાર નવાર બની રહી છે. જેને પગલે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આવી જ એક આગ લાગવાની ઘટના જામનગરમાં સામે આવી હતી. જામનગર તાલુકાના ચેલા ગામ નજીક લીબર્ટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ એસેમ્બલી પ્લાન્ટમાં શોટ શર્કીટથી આગ લાગી હતી. જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જામનગર ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.
લિબર્ટી પાર્કમાં આવેલા ઇલેક્ટ્રીક વાહનોના એસેમ્બલી પ્લાન્ટમાં આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં નુકસાનીનો ખ્યાલ સર્વે કર્યા બાદ જ ખબર પડશે તેમ પ્લાન્ટના સંચાલકે જણાવ્યું હતું.