બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી,  અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા હાથી ધુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મળતી માહિતી અનુસાર ટ્રક પાછળ છોટા હાથી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. પંચર પડેલો ટ્રક રોડ પર ઉભો રહ્યો હતો. છોટા હાથીની અંદર આગળ ૩ લોકો અને પાછળ ૧૦ લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ૧૦ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે ૧૦ લોકોના મોત નીપજ્યા તેમાં ૫ મહિલાઓ, ૩ બાળકો અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે.

તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ફૂટના સ્થળેથી કરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news