વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, ઓનલાઇન અને પત્ર મારફતે વિવિધ ઉદ્યોગો દ્વારા ફેલાવતાં પ્રદૂષણની ફરિયાદો મળે છે.જીપીસીબીના ચોપડે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૩,૩૦૩ ઉદ્યોગો નોંધાયેલા છે. આ બંને જિલ્લામાં ત્રણ હજારથી ઉપરાંત ઉદ્યોગો પ્રદૂષણ કરે નહીં તેની ચાંપતી નજર રાખવા માટે જીપીસીબી પાસે પુરતો સ્ટાફ જ નથી. જીપીસીબી ગણતરીના માણસો સાથે ત્રણ હજાર ઉપરાંતના ઉદ્યોગો પર નજર રાખવા અસમર્થ છેવડોદરા શહેર અને જિલ્લામાં વર્તમાન સમયમાં હવા, પાણી અને જમીન પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) હેઠળ કુલ ૩,૦૧૪ ઉદ્યોગો નોંધાયેલા છે.

શહેર-જિલ્લામાં સૌથી વધુ ૫૩% ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવામાં મોખરે છે. શહેર-જિલ્લામાં નંદેસરી, રણોલી, મકરપુરા GIDC, ગોરવા BIDC ,સરદાર એસ્ટેટ, પાદરા, વાઘોડિયા, સાવલી, મંજુસર, પોર અને ડભોઈમાં ઓદ્યોગિક વિસ્તારો છે. શહેર અને જિલ્લામાં સ્મોલ, મીડિયમ અને લાર્જ મળી કુલ ૩,૦૧૪ ઉદ્યોગો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હેઠળ નોંધાયેલા છે. GPCB દ્વારા ૩,૦૧૪ ઉદ્યોગોને તેની સાઇઝ મુજબ રેડ, ઓરેન્જ અને ગ્રીન કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. પ્રદુષણ ફેલાવવા માટે સૌથી વધુ જવાબદાર ઉદ્યોગોનો રેડ કેટેગરીમાં સમાવેશ થયો છે. શહેર અને જિલ્લામાં ૩,૦૧૪ પૈકી ૨,૪૯૨ ઉદ્યોગો રેડ કેટેગરીમાં આવે છે. જે પૈકી ૧,૩૧૮ સ્મોલ, ૧૬૩ મીડિયમ અને ૧૨૬ લાર્જ ઉદ્યોગો છે. શહેર-જિલ્લામાં પ્રદૂષણ ફેલાવવામાં સૌથી વધુ ૫૩ ટકા ઉદ્યોગો જવાબદાર છે. કેટલાંક ઉદ્યોગોને પાપે હવા, જળ, અવાજ અને જમીનના પ્રદૂષણ મુદ્દે છાશવારે ઊભો થતો રહે છે. સામાજીક સંસ્થાઓ દ્વારા પ્રદુષણ મુદ્દે વિરોધ કરવામાં આવતો હોવાછતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. બીજી તરફ, વડોદરામાં ધૂળનું પ્રમાણ વધુ હોવાથી હવા પ્રદૂષિત છે. આ સમસ્યાને કારણે સુરત અને અમદાવાદ બાદ વડોદરાનું નામ પણ નોન અટેન્ઇમેન્ટસિટીમાં જોડાયું છે. હવાના પ્રદુષણનું સતત નિરીક્ષણ થાય તે પ્રકારની આધુનિક સુવિધા ધાંધિયા છે.

શહેરની હવા અને વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણનો આંકડો સામાન્ય કરતા વધારે હોવાનું જાણકારોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના દોઢ વર્ષમાં GPCB દ્વારા પ્રદૂષણ ફેલાવતા ૫૮ ઉદ્યોગોને ક્લોસર નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. નંદેસરી જીઆઇડીસીના ઉદ્યોગોમાં મોટા ભાગે ક્લોરિન બેઝ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. ક્લોરિન બેઝથી વધુ સમસ્યા ઉપસ્થિત થાય છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને નંદેસરી GIDC વિસ્તારના લોકો હવા અને પાણીના પ્રદૂષણથી પીડિત છે. નંદેસરીમાં છાશવારે દૂષિત પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે.

વિશ્વામિત્રી નદીમાં બારે મહિના ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે. શહેરમાંથી પસાર થતી નદીનું દૂષિત જળ પ્રદુષણ માટે જવાબદાર છે. નદીનો આખો પટ પ્રદુષિત છે, સેન્ટ્રલ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દર મહિને હવા અને પાણીના નમૂના લઈ રિપોર્ટિંગ કરે છે. આ રિપોર્ટના આંકડા છાશવારે કેન્દ્ર સરકારે મોકલવામાં આવતા હોવાછતાં તે દિશામાં હજુ સુધી કોઇ નક્કર પગલા લેવાયા નથી. ભરૂચના પાણીમાં ટીડીએસની માત્રા ત્રણ હજારથી વધુ હોય છે. આ પ્રકારનું પાણી પીવા માટે યોગ્ય ન હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. નર્મદા સહિતની સતત વહેતી નદીઓ દરીયાના પાણીને રોકી રાખે છે. નદી સુકાય ત્યારે દરીયાનું ખારુ પાણી નદીના પાણી સાથે ભળે છે. આ સ્થિતિને કારણે કાંઠા વિસ્તારની જમીનો ફળદ્રુપતા વગરની થઈ જાય છે. પોલ્યુશન પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સના વેસ્ટના પાણીના નિકાલ માટે પાદરામાં ૫૫ કી.મી. લાંબી ખુલ્લી ચેનલ બનાવાઈ છે. ૪૫૦ જેટલાં ઉદ્યોગોનું પાણી આ ચેનલમાંથી પસાર થાય છે. આ પાણી જંબુસરના દરીયામાં છોડાયા છે. આ પટ્ટાના કેટલાંક ઉદ્યોગોના પાપે ચોક્કસ વિસ્તારના કૂવાના પાણી કલરવાળા થઈ જાય છે. આ સમસ્યા વર્ષ ૨૦૧૨-૧૩થી હોવાછતાં તેનું નક્કર નિરાકરણ કરવામાં આવતું નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news