સંજેલી રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં 800થી 1000 હેકટરમાં દબાણ દૂર કર્યા

સંજેલી તાલુકો એ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે જેની આસપાસ ડુંગરોની ચાદરો ફેલાયેલ તાલુકો છે ત્યારે સંજેલી વનવિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો હરિયાળી મય બનશે જંગલ વિસ્તારના ડુંગરો આવનારા સમયમાં વૃક્ષોથી હર્યાભર્યા જોવા મળશે 118 હેકટર જંગલ વિસ્તારોમાં રોપાનું વાવેતર કરી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો પ્રાણવાયુ ઉત્તપન્ન થશે સંજેલી રેન્જ વિભાગ દ્વારા જંગલ વિસ્તારોમાં રોપાની વાવણીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે.

 

સંજેલી રેન્જમાં ચાલુ વર્ષે રોપા વાવેતર માટેની આગોતરી કામગીરીમાં કુલ 118 હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર માટે ખાડા, ભૂમિ અને ભેજ સંરક્ષણ કામગીરી જેવી કે  કંટુર ટ્રેંચ, વન તલાવડી, ચેકવોલ, પરકોલેશન ટેન્ક અને પ્રોટેક્શન માટે બાઉંટ્રી ટ્રેંચ તથા તાર ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે.

જેમાં વાવેતર માટે લુપ્ત થતી જાતોને પ્રાધાન્ય આપવામાં આવી છે જંગલ સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિ માટે સહભાગી વન મંડળીઓ સાથે મળી ગામે-ગામે પર્યાવરણ વિશે જનજાગૃતિ તથા વનો વિશે સમજ આપી. વાવેતર કરેલ રોપા ઉછેર માટેની કામગીરી કરી. જેમાં હિરોલા દબાણવાળા જંગલ વિસ્તારમાં અતિ ઘર્ષણ થવા છતાં લોકો ને જંગલ નું મહત્વ સમજાવી  રેન્જ સ્ટાફ દ્વારા સતત મહેનત કરી વાવેતરની કામગીરી કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news