મિઝોરમ, આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા , રિક્ટર સ્કેલ પર ૪.૬ તીવ્રતા
આંદામાન અને નિકોબારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ માપવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપ આવ્યો હતો. જો કે આમાં કોઈ જાન-માલના નુકસાનના થયું હોય તેવા હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. મિઝોરમના ચંફઈમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૭ માપવામાં આવી હતી. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે ૬.૧૬ કલાકે ભૂકંપ આવ્યો હતો.
આંદામાન-નિકોબાર ટાપુઓમાં ૯ અને ૧૦ એપ્રિલની રાત્રે ૨.૨૬ વાગ્યે જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ૪.૬ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નિકોબાર ટાપુના કેમ્પબેલ ખાડીમાં ૩૨ કિમીની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. છેલ્લા ૨૪ કલાકમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. પહેલા રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ માપવામાં આવી હતી. તેના થોડા સમય પછી, ડેબોરાથી ભૂકંપના આંચકા આવ્યા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પહેલા કરતા વધુ હતી.
આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેરમાં અગાઉ ૧ એપ્રિલ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, લગભગ ૧૧ઃ૫૬ કલાકે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. અગાઉ ૬ માર્ચે પણ નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે બે મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપ અનુભવાયો છે.