કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજીઃ ૩.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આજે પણ ફરી એકવખત ધરતી કંપન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, રવિવારે બપોરે ૧૨.૪૩ કલાકે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોના જીવ તાળવો ચોંટ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૯ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૯ કિલોમીટર દૂર નોંધાયું હતું.
મધ્યાન સમયે આવેલ ભૂકંપનની તિવ્રતા એટલી હતી કે, તેની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ અને ભૂજ સુધી જોવા મળી હતી. જેને લઈને સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે ૪.૨૦ મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે ૨.૪૦ મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૪.૧ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં ૧.૦૬ ના સમયે ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.