કચ્છમાં વહેલી અનુભવાયો સવારે ભૂકંપનો આંચકો
જિલ્લામાં ૨૦૦૧ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત છે. મંગળવારે સવારે ૭ઃ૪૯ કલાકે ૨.૦ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ, ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
વહેલી સવારે રિક્ટર સ્કેલ પર ૨.૦ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ, દુધઈ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકોની ભૂકંપના આંચકાના લીધે ઊંઘ ઉડી ગઈ હતા.
આ પહેલા જૂલાઈ મહિનાની શરુઆતમાં જ વિવારને ૪ જૂલાઈએ કચ્છ જિલ્લામાં વહેલી સવારે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકો અનુભવાયોો હતો. સવારના ૭:૨૫ વાગ્યાના અરસામાં ૩.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈ નજીક નોંધાયું હતુ.