સુરત ઉધનામાં ડાઈંગ મીલમાં આગ લાગતા ૭ ફાયર ટેન્ડર મીલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો

સુરતઃ સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બતા ઉધના વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉધના રોડ નંબર ત્રણ પર ડાઇંગ મિલમાં આગ લગતા દોડધામ મચી હતી. ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ પર આવેલી શંકર ડાઇંગ મિલમાં આ ઘટના બનતા ફાયર બ્રિગેડ મદદે બોલાવાયું હતું. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ લાગતા ફાયર વિભાગની ૭ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો.

મીલમાં આગ લાગવાનું મુખ્ય કારણ હજુ જાણી શકાયું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી. ઘટનામાં ફાયર ઓફિસર ઈજાગ્રસ્ત થયા છે. ફાયર ઓફિસરના કમર પર સિમેન્ટનું પતરું ઉપરથી પડતા તે ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર ઓફિસરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘણાની પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news