હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી

અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી હતી. ઉદ્યોગો ઇન્સિલેટર અને પી.એમ. પાર્ટિકલ અંગે તાકીદ કરવામાં આવી હતી. નવેમ્બર માં દિવસે દિવસે હવાની ગુણવત્તા બગડવાની સાથે સાથે ૧૮ દિવસમાં ૮ દિવસ રેડ ઝોન અને ૭ દિવસ ઓરેન્જ ઝોન એક યુ આઈ આવ્યો હતો. નવેમ્બર ૨૮૫ એક યુ આઈ થી શરૂઆત થી ૧૮ નંબર સુધી માં ૩૨૩ પર પહોંચ્યો હતો. નવેમ્બર માં સૌથી ખરાબ એક્યૂઆઈ ૧૮ મી ઓક્ટોબર ના રોજ નોંધાયું હતું. જીપીસીબી ઉપરાંત એક અલગ ટીમ બનાવી થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ ઊભી કરવામાં આવશે. તે પણ મોનીટંરીગ કરશે તેમજ મળતી ફરિયાદ ની તથ્યતા પણ ચકાસવામાં આવશે. તેમજ નોટીફાઈડ વિભાગ દ્વારા ડે ટુ ડે માર્ગો પર સફાઇ તેમજ ઉડતી ડસ્ટ કંટ્રોલ કરવા પાણીનો મારો ચલાવી ઉડતી ડસ્ટ ડામશે.

આ ઉપરાંત જાહેર માં જે બાળવામાં આવતું હોય છે તેનું નોટીફાઈડ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરી અટકવાશે અને જાહેર માં કચરો કે અન્ય વસ્તુ ના સળગાવામાં આવે તેની તકેદારી રાખવા કામગીરી પણ કરશે. શિયાળા ઉભા થતા ઈન્વર્ઝન ની સમસ્યા વચ્ચે જ્યાં હવા પ્રદુષણ ની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. અને રેડ ઝોન માંથી બહાર નથી આવ્યું. તેમજ વધતા હવા પ્રદુષણ ને લઈ લોકો આરોગ્ય સંબંધી ફરિયાદ ઉઠી રહી છે ખાસ કરી અસ્થમા ના દર્દી માટે આ આબોહવા માફક નથી ત્યારે અંકલેશ્વર જીપીસીબી દ્વારા એક્શન પ્લાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ રૂપરેખા અનુરૂપ ઉદ્યોગો જરૂરી પાલન કરવા એક અગત્ય ની બેઠક એ.આઈ.એ કોન્ફરન્સ હોલ ખાતે યોજાય હતી. એ.આઈ.એ એન્વાયરમેન્ટ કમિટી ના માધ્યમ થી યોજાયેલ બેઠક ના એ.આઇ.એ ના પ્રમુખ તેમજ સાથી સભ્યો તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી એક્શન પ્લાન અમલ કરવા જરૂરી તાકીદ કરવામાં આવી હતી.

જીઆઇડીસીમાં હવા પ્રદુષણ રોકવા થર્ડ પાર્ટી મોનીટરીંગ શરૂ કરવામાં આવશે. હવામાં ઊડતી દસ્ત કંટ્રોલ કરવા નોટીફાઈડ વિભાગ દ્વારા માર્ગ પર સફાઇ તેમજ પાણીના છલકાવ કરી ઉડતી ડસ્ટ દમાશે કોમન ફેસિલિટી તેમજ અલાયદા એકમો ઇન્સિલેટર બાબત તેમજ પર્યાવરણ મિકેનિઝમ કાર્યરત કરવા તાકીદ કરાઈ હતી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news