ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ
ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક તેઓના ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ૩૬ પૈકી ૧૫થી વધુ ઝૂપડા આગ પ્રસરી જવાથી તે ભળકે બળવા લાગ્યા હતા. આગને પગલે સ્થાનિકોએ ભરુચ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરી હતી.
આગની ગંભીરતાને પગલે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગની ઘટના રોકડા અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક શ્રમજીઓના ૧૫થી વધુ ઝૂંપડાઓમાં આગ ભભૂકી ઉઠતાં રોકડા રૂપિયા સહિત ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.