જુનાગઢમાં ભવનાથ ખાતે ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરવાનો લેવાયો ર્નિણય

શિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા પ્રવાસીઓ શિવરાત્રીના મેળા પહેલા જ ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે બંધ રાખવામાં આવ્યો હતો. જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓ મા અંબા અને દત્તાત્રે ભગવાનના દર્શને જતા હોય છે ત્યારે ગિરનાર પર્વત પર જવા માટે રોપ-વે બનવાના કારણે પ્રવાસીઓમાં પણ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વારંવાર ખરાબ વાતાવરણને કારણે રોપ-વે બંધ રાખવો પડી રહ્યો છે. જેન લઈ ગિરનાર આવતા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. રોજના હજારો પ્રવાસીઓ રોપ-વે દ્વારા મા આંબાના દર્શને જાય છે અને માત્ર ગુજરાત કે ભારતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી સહેલાણીઓ જૂનાગઢ આવતા હોય છે ત્યારે રોપ-વે બનવાથી મા અંબાના દર્શન કરવા પણ સહેલું બનતા લોકો રોપ વેને વધુ પ્રાધાન્ય આપતા થયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news