વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું છે. જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી ૯૬૫ કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી ૯૬૫ કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.. વાવાઝોડાના કારણે વરસાદી માહોલ પણ નથી.જોકે સાવચેતીના ભાગરૂપે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અને માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવી લેવાયા છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો અને ચોમાસામાં કુદરતી આપત્તિઓને લઇને ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠક મળી. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડું તેમજ ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત કામગીરી માટે NDRFની ૧૫ અને SDRFની ૧૧ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ બંને દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.બિપરજોય વાવાઝોડું જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતું જશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધતું જશે.૧૧ તારીખે વાવાઝોડાની દિશા બદલાવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પવનનું જોર ઘટી શકે છે. જો વાવાઝોડું ફંટાશે તો તેની અસર સામાન્ય રહેશે.. પરંતુ તો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો તેની અસર જોવા મળશે.. ખાસ કરીને રાજ્યના કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે.