અમેરિકા પર સંકટ :કોરોના ઓમિક્રોન વચ્ચે કેંટકી વાવાઝોડું : ૧૦૦થી વધુના મોત

અમેરિકા : અમેરિકામાં આર્કન્સાસના એક નર્સિંગ હોમ અને દક્ષિણી ઈલિનોઈસમાં અમેઝનનું એક ગોદામ શુક્રવારે તૂફાનની ઝપેટમાં આવ્યું. તેના કારણે મિડવેસ્ટ અને દક્ષિણ ક્ષેત્રના કેટલાક ભાગમાં અનેક લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ સિવાય ગોદામમાં પણ ૧ વ્યક્તિનું મોત થયું છે. ઈમારતની છત પડી ગઈ છે અને ફૂટબોલના એક મેદાનની દિવાલ પડી છે. ફિલબેકે કહ્યું કે ૨ લોકોને હેલિકોપ્ટર દ્વારા સેન્ટ લુઈસની હોસ્પિટલમાં લઈ જવાયા. ટોર્નેડોના કારણે ૫૦થી વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મોટા ભાગનું નુકસાન ગ્રેવ્સ કાઉન્ટીમાં થયું છે, જેમાં મેફિલ્ડ શહેર પણ સામેલ છે. આને મેફિલ્ડમાં તેટલો વિનાશ સર્જ્‌યો છે જેટલો કોઈ શહેરમાં વાવાઝોડાને કારણે થાય છે. શુક્રવારે રાત્રે અમેરિકાના મધ્ય વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું. રાજ્યપાલે કહ્યું કે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીથી ભરેલા બે ટ્રેક્ટર-ટ્રેલર મેફિલ્ડ તરફ જઈ રહ્યા છે. બેશિયરે નેશનલ ગાર્ડને તૈનાત કરીને, રાતોરાત કટોકટીની સ્થિતિ જાહેર કરી. બેશિયરે કહ્યું કે અમારી મેફિલ્ડમાં એક ફેક્ટરી છે, જેની છત પડી ગઈ છે. આ એક મોટી ઘટના છે. વાવાઝોડાથી પ્રભાવિત ઇમારતોમાં ગ્રેવ્સ કાઉન્ટી કોર્ટહાઉસ અને તેની બાજુની જેલનો સમાવેશ થાય છે. યુએસ સેન્સસ અનુસાર, મેફિલ્ડની વસ્તી લગભગ ૧૦,૦૦૦ જેટલી છે. પાંચ રાજ્યો અરકાનસાસ, ઇલિનોઇસ, કેન્ટુકી, મિઝોરી અને ટેનેસીમાં ઓછામાં ઓછા ૨૪ વાવાઝોડાની માહિતી મળી હતી. અરકાનસાસના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. સપ્તાહના અંતે વધુ ગંભીર હવામાનની સંભાવના છે, કારણ કે વાવાઝોડું પૂર્વ તરફ આગળ વધશે.અમેરિકાના કેંટકી રાજ્યમાં ચક્રાવાતી તોફાનથી ભારે તબાહી મચી છે. આ તોફાનથી અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થયાના સમાચાર છે. આ સાથે અનેક ફેક્ટરીમાં અનેક મજૂરો પણ ફસાયેલા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગર્વનર એન્ડી બેશિરે તેમના રાજ્યના ઈતિહાસમાં સૌથી વિનાશકારી ચક્રાવાત ગણાવ્યું છે. ભયંકર વાવાઝોડું આવ્યું અને અનેક રાજ્યોમાં વ્યાપક નુકસાન કર્યું છે. તેઓએ કહ્યું કે ચક્રાવાતથી ૧૦ કાઉન્ટીમાં લોકોના મરવાની આશંકા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે સરકાર તોફાનમાં મૃત્યુ પામેલાને સંપૂર્ણ મદદ કરશે. તેઓએ કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ખતરનાક તોફાન રહ્યું હશે. બાઈડેને લોકોની મદદ માટે ઈમરજન્સી ફંડ જાહેર કરી દીધું છે. તેઓએ કહ્યું કે આ તૂફાનથી ૩૬૫ કિમી સુધી બર્બાદીનો મંજર જાેવા મળી રહ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news