કોરોના હાંફ્યોઃ દૈનિક કેસ ૪ મહિનાના તળીયે
મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દેશમાં કોરોનાવાયરસના દૈનિક મામલામાં ગિરાવટ જાેવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાવાયરસના ૩૦૦૯૩ નવા કેસ મળ્યા છે અને ૩૭૪ લોકોના મોત થયાં છે. આ ઉપરાંત ગત એક દિવસમાં કોરોનાના ૪૫૨૫૪ દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે. રિકવરી રેટ પણ વધીને ૯૭.૩૭% થઈ ગયો છે. આ નવા આંકડાઓ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને ૩ કરોડ ૧૧ લાખ ૭૪ હજાર ૩૨૨ અને સાજા થનાર દર્દીઓની સંખ્યા ૩ કરોડ ૩ લાખ ૫૩ હજાર ૭૧૦ થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે કોરોનાના દૈનિક મામલામાં ૧૨૫ દિવસ બાદ સૌથી મોટી ગિરાવટ આવી છે. જ્યારે દેશમા કોરોનાવાયરસના દર્દીનો રિકવરી રેટ પણ સતત ગગડી રહ્યો છે અને હાલ ૯૭.૩૫ ટકા છે. રિકવરી રેટમાં તેજીના કારણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૪ લાખ ૬ હજાર ૧૩૦ બચ્યા છે. આ ઉપરાંત કોરોના મામલાનો પોઝિટિવિટી રેટ ૧.૬૮ ટકા છે, જે સતત ૨૯મા દિવસે ૩ ટકાથી નીચે બનેલો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બીજી લહેરના પ્રકોપથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એક એવો જિલ્લો છે જેમાં સતત વધતા કેસ મહારાષ્ટ્રને મહામારીમાંથી બહાર નીકળવા નથી દેતા. આ એવો જિલ્લો છે જે પીક દરમિયાન બિલકુલ શાંત હતો, પરંતુ હવે રાજ્યના દરરોજના ૨૫ ટકા કેસ લોડ અને ૧૮ ટકા મોત નોંધી રહ્યો છે. જિલ્લામાં કુલ ૧૩૬૮ લોકોએ વેક્સીનના બે ડોઝ મેળવી લીધા છે, જ્યારે ૫,૭૪૫ લોકોએ સિંગલ ડોઝ મેળવ્યો છે. એપ્રિલમાં જ્યારે મહારાષ્ટ્રી બીજી લહેરના ચરમ પર હતું, ત્યારે કોલ્હાપુર જિલ્લામાં દરરોજ ૧૦૦ મામલા પણ નહોતા આવતા. જિલ્લામાં માત્ર ૭૫૮ એક્ટિવ દર્દી હતા. પરંતુ જુલાઈમાં મહારાષ્ટ્રના કુલ મામલાનો લગભગ ૧૮% ભાગ અહીંથી જોવા મળી રહ્યો છે. બીજી લહેરની પીક દરમિયાન કોલ્હાપુરે રાજ્યના કેસલોડમાં ૦.૨૨થી ૧% ની જ ભાગીદારી દેખાડી હતી. હવે આ જિલ્લો દરરોજ રાજ્યના ૨૫% કેસલોડ રિપોર્ટ કરી રહ્યો છે, રાજ્યના ૧૮% દર્દીઓના મૃત્યુ પણ કોલ્હાપુરમાં જ થયાં છે.
ભારતમાં અત્યાર સુધીમાં ૪૦.૫ કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી ૮.૩ કરોડ લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવાયા છે. ભારતની કુલ ૬.૧% વસ્તીને વેક્સીનના બંને ડોઝ મળી ગયા છે.