સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તકેદારી સાથે કોરોના બિલ્ડિંગ તૈયાર કરાયું

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલી ટ્રોમા બિલ્ડીંગના ૬ માળને ખાલી કરી ત્યાં દાખલ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં સયાજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર લને કોવિડ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેના ૬ માળમાં કોરોનાના સંક્રમિત દર્દીઓને રાખવામાં આવ્યા હતા. હાલમાં ટ્રોમા બિલ્ડિંગના ત્રણ માળ પર વેન્ટિલેટરની વ્યવસ્થા છે. હાલમાં સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ સહિત વોર્ડ ૧૨માં તેમજ મેડિકલ નર્સિંગ હોમમાં કોરોના સંક્રમિત દર્દીને રાખવામાં આવ્યા છે.વડોદરા શહેરમાં કોરોનાના કૂદકે અને ભૂસકે કેસ વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ હવે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના હાલના ૬ માળના બિલ્ડિંગને તકેદારીના ભાગરૂપે પૂર્ણ કક્ષાના કોવિડ સારવાર વિભાગમાં ફેરવવા માટેની જરૂરી તૈયારીઓમાં ફાયર સેફ્ટીની જરૂરી વ્યાપક સુવિધાઓનો સમાવેશ થાય છે. ધારાધોરણો પ્રમાણે અગ્રીમ પૂર્વ તૈયારીઓના આધારે આ જગ્યા માટે અગ્નિ શમન સુરક્ષા વિષયક નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે તેવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ નજીક ૨ લાખ ગેલનની સંગ્રહ ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છે તથા જરૂરી અદ્યતન સુવિધાઓ આગની ચેતવણી અને અટકાયત માટે રાખવામાં આવી છે.

ફાયર મોડ્યુલ, ટાંકી સાથે સંલગ્ન હાઈડ્રન્ટ પંપ અને હોઝરિલ પાઇપની વ્યવસ્થા છે, જે ફાયર એન.ઓ.સી. માટે પૂર્વ શરત ગણાય છે. અમારી પાસે આ બિલ્ડિંગમાં ૧૫૦  ફાયર એક્સટિંગ્વિશર અને સ્પ્રિંકલર છે, જેમાં સી.ઓ.૨ ના એક્સટિંગ્વિશર અને પાણી ઉપરાંત ડી.સી.કેમિકલ પાવડરનો છંટકાવ કરી શકે સ્પ્રિંકલર પણ છે. આ ઉપરાંત આઇસીયુમાં સ્મોક ડિટેક્ટર્સની વ્યવસ્થા પણ તકેદારીના રૂપમાં કરવામાં આવી છે.

આગ ઓલવી શકે એવા રાસાયણિક પાવડરના ખાસ પ્રકારના બોલ પણ ઉપલબ્ધ છે. જ્યારે વિવિધ સ્થળોએ અગ્નિ શમન સાધનોનો જરૂરિયાતના સંજોગોમાં કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આપતાં ડિસ્પ્લે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ફાયર પેનલ, હુટર અને મેન્યુઅલ કોલર પોઇન્ટનો પણ વ્યવસ્થાઓમાં સમાવેશ થાય છે. સમગ્ર ઇમારતને આવરી લેતી અગ્નિ શામક તકેદારીઓ પહેલેથી જ કરી લેવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news