સરસ ગામ સ્થિત કાંઠા સુગર મિલના ચેરમેને અચાનક પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક
ઓલપાડઃ સુરત જિલ્લામાંથી સહકારી ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓલપાડની મહત્વની એવી કાંઠા સુગરના પ્રમુખે અચાનક એકાએક રાજીનામું આપી દીધું છે. સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હંડકપ મચી ગયો છે. હાલ રાજીનામાં પાછળ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
સુરત જિલ્લાની ઓલપાડ તાલુકાના સરસ ગામ સ્થિત કાંઠા સુગર મિલના ચેરમેને ગઈકાલે અચાનક પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હડકમ્પ મચી ગયો છે. અચાનક રાજીનામાંને લઈ સહકારી ક્ષેત્રમાં અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. જોકે રાજીનામુ આપનાર કાંઠા સુગર મિલના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા રાજીનામુ આપવા પાછળના કારણ જણાવ્યા હતા. કાંઠા વિસ્તારમાં હાલ શેરડીનું વાવેતરનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે અને લોકો ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. જેને લઈ સુગર મિલોમાં શેરડીની અછત સર્જાઈ રહી છે. ઉપરાંત ગત વર્ષે સુગર મિલ દ્વારા લોનના ૨૫ કરોડ રૂપિયાની એકસાથે ભરપાઈ કરવામાં આવી હતી. જેને લઈ થોડી પૈસાની ખેંચ હતી. જેને લઈ હવે સુગર મિલ ચલાવી અશક્ય છે. જેને લઈ પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે.
જોકે પ્રમુખ કિરીટ પટેલે ભ્રષ્ટાચારના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને દર વર્ષે મિલમાં ઓડિટ કરવામાં આવે છે અને જનરલ સભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.