અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, 2 કાર વચ્ચે રેસ લાગી હોવાનું જણાયું
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર ખાતે સોમવારે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં બે કાર વચ્ચે રેસ લાગી હોવાનું જણાઇ રહ્યું છે.
બે કાર વચ્ચે લાગેલી રેસમાં એક કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં અકસ્તાત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, 2 કાર વચ્ચે રેસ લાગી હોવાનું જણાયું
શ્રમજીવી પરિવાર માટે કાળનો કોળિયો બનેલી જીજે વન આરયુ 8964 નંબરની આઇ ટ્વેન્ટી કારનો માલિક શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું છે. જે મીઠાખળી વિસ્તારમાં રહે છે અને કારચાલક વિરુદ્ધ 9 ઇ-મેમો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી છે. જેમાંથી શૈલેષ શાહે એક પણ ઇ-મેમો ભર્યો નથી.