મુંદરા ખાતે કાર્બન કંપનીના ઝેરી કેમીકલયુક્ત ધુમાડાના કારણે ખેતીના પાકને મોટુ નુકસાન, વળતરની કરાઇ માંગ
મુંદરા તાલુકાના વવાર ગામમાં કોલસો બનાવતી કાર્બન કંપની ના ઝેરી કેમીકલ યુક્ત ધુમાડાના કારણે ખેતીના પાકને મોટુ નુકસાન થતો હોવાનો અને ગામના ઘણા લોકોને દમ શ્વાસ ની બીમારી લાગુ પડે હોવાનુ ખેડુ મહિલાએ આક્ષેપ કર્યો છે, સાથે જ કંપની સામે વળતરની માંગ પણ કરી.
છેલ્લા ઘણા વર્ષોથી ઝેરી ધુમાડો ઓકતી આ કંપની દ્વારા પર્યાવરણને મોટું નુકશાન થઇ રહ્યુ છે, ત્યારે પ્રદુષણ નિયત્રણ બોર્ડ કોઇ જાતના પગલા આ કંપની સામે કેમ લેતુ નથી એ એક મોટો સવાલ છે