વસ્ત્રદાન ઝુંબેશમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સહભાગી બન્યા, વધુ લોકોને જોડાવા કરી અપીલ
સિદ્ધપુરઃ “ચલો જલાએ દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” શ્રદ્ધેય અટિલજીની આ ઉક્તિને સાર્થક કરવા કટિબદ્ધ થયેલ “સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ” અને તેમના દ્વારા શરૂ કરાયેલ “વસ્ત્રદાન ઝુંબેશ”માં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ સહભાગી થયા હતા.
બોર્ડ તરફથી આવેલ ડૉ.મયંક બારોટ -ઝોન સંયોજક, વિશાલ ગજ્જર- ઝોન સંયોજક, વિવેક જોશી- પાટણ જિલ્લા સંયોજક, અંકિત વ્યાસ-સિદ્ધપુર નગર સંયોજક, ઉમંગ પંચોલી -સિધ્ધપુર નગર સંયોજક, અજય ઠાકોર -સિધ્ધપુર નગર સંયોજક, કિરણ સેનમા- સિદ્ધપુર તાલુકા સંયોજક અને પ્રિતેશ પટેલ – સિદ્ધપુર તાલુકા સંયોજક સાથે મળીને ખૂબ આનંદ થયો અને આ કાર્યથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા હાકલ કરી. આ સાથે કેબિનેટ મંત્રીએ સમાજના લોકો પણ આ પુણ્યકાર્યમાં સહભાગી બને તેવી અપીલ છે.