આ સદીના અંત સુધીમાં ૨૦૦૦ મીટર સુધીનું સમુદ્ર-જળ વધી જશે
સમુદ્ર જળની સપાટી બે કારણસર વધે છે એક તો ગરમીને લીધે સીધું જ તેનું તલ વિસ્ફારિત થાય છે. બીજા કારણ બરફની છાજલીઓ ઓગળવાનું છે. આથી, પરવામાંઓ ઉપર પણ અસર થાય છે અને તેથી ચક્રવાતો પણ સર્જાય છે. વાસ્તવમાં આ પરિસ્થિતિ ૧૯મી સદીથી શરૂ થયેલા ઔદ્યોગિકરણ સાથે ઉભી થઈ છે અને ૨૦મી સદીના અંત સુધીમાં અત્યંત વધી ગઈ છે.આ સદીમાં જ, સમુદ્રની જળ સપાટી, કેટલી વધશે તે ઉપરથી ભાવિ ઋતુ પરિવર્તનો વિષે જાણકારી મેળવી શકાય તેમ છે. આ સંબંધે ઓસ્ટ્રેલિયાનાં કેનબેરા અને સીડની સ્થિત વિજ્ઞાાનીઓ જણાવે છે કે, આ વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં સમુદ્રમાં જ રહે તેવા અન્ડર-વૉટર-સેમ્પલિંગ ફલોટસ મુકવામાં આવ્યા છે. તે પ્રમાણે જોતાં કહી શકાય કે, ગ્રીન હાઉસ ગેસીઝમાં જો કોઈ નાટકીય પરિવર્તન ન આવે, તો આ સદીના અંત સુધીમાં ૨૦૦૦ મીટર સુધીનું સમુદ્ર-જળ, ઉષ્ણ થઈ જશે અને તેથી સમુદ્રની સપાટી ૧૭થી ૨૬ સે.મી. વધી જશે. તેનું એક કારણ ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળીને ઓછો થઈ જશે તે છે તેમજ હીમ નદીઓનો બરફ પણ ઓગળી જશે તે પણ નિશ્ચિત છે. આ જલપ્રવાહો છેવટે તો સમુદ્રમાં જશે.
આ કારણોસર પણ સમુદ્રની સપાટી ઊંચી આવી જશે. જેની સીધી અસર વાતાવરણમાં ફેલાતા ગ્રીન-હાઉસ ગેસીઝના વધારામાં દેખાશે. આ ગેસીઝ વધવાનું કારણ આપણે બેફામ રીતે ફોસીલ-ફયુએલ (પેટ્રોલ-ડીઝલ-કેરોસીન વ.) વાપરીએ તે છે. આથી વાતાવરણમાં વધતી જતી કાર્બન-સૂટને લીધે સૂર્યમાંથી આવતી ઊર્જા અવકાશમાં પાછી ફેંકાતી નથી. તેથી પૃથ્વીનું ઉષ્ણતામાન વધતું જતું રહે છે. પરિણામે સૂર્યમાંથી આવતી ઊર્જા અને બહાર ફેંકાતી ઊર્જા વચ્ચે અસમતુલન સર્જાય છે. આ ઉર્જા-અસમતુલન છેલ્લાં ૫૦ વર્ષથી આ ચાલી રહ્યું છે. માત્ર ૧ ટકા જેટલી જ ઉષ્મા વાતાવરણને ગરમ કરવામાં વપરાય છે.