વલસાડની ઉમરગામ GIDCમાં આવેલ એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, એક ઘાયલ

વલસાડઃ વલસાડના ઉંમરગામ GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ ગંભીર બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું અને એક ઘાયલ થયો છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ઉંમરગામ પોલીસ સહીત ફાયરની ટિમ સ્થળ પર પહોચી છે.

વલસાડના ઉમરગામમાં આવેલી સ્ટીલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના ઘટી છે. જેમાં બ્લાસ્ટ થવાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસએ સમગ્ર મુદ્દે તપાસ પણ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ અગાઉ વલસાડ જિલ્લામાં મોડી રાત્રે સરીગામ GIDCમાં પણ બ્લાસ્ટની ઘટના બની હતી. આ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ફાયર વિભાગે આગ ઓળવવાની કામગીરી કરી હતી પરંતુ આગ ઓલવવા જહેમત દરમ્યાન જ આગની ઝપેટમાં બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા.

શનિવારે વલસાડના ઉમરગામ GIDCમાં બનેલી ઘટનમાં પણ આ જ પ્રકારની ઘટના બની જેમાં સ્ટીલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાં જ ત્યાં હાજર લોકોમાં અફરા તફરીનો માહોલ છવાયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે લઈ જવાયો છે. ઘટના કયા કારણથી બની છે, કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ બેદરકારી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news