ઉત્તર પ્રદેશમાં બિજનૌરમાં ફટકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ

ઉત્તર પ્રદેશમાં બિજનૌર જિલ્લાના બક્શીવાલા વિસ્તારમાં ફટકડાંની ફેક્ટરીમાં ગુરુવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટના દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં ૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૪ની હાલત ગંભીર છે. ઘાયલોની બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ બપોરે અંદાજે ૧ વાગે થયો હતો. ત્યારે ત્યાં ૯ લોકો કામ કરતા હતા. શંકા છે કે, દારૂગોળામાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો હતો. હાલ પોલીસ અને પ્રશાસન સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

માનવામાં આવે છે કે, ફટાકડાં ફેક્ટરી કોલોનીની વચ્ચે આવેલી છે. બખ્શીવાલા વિસ્તારમાં બુખારા ગામમાં રહેતા યુસુફે એક મકાન ભાડે રાખ્યું હતું. તેમાંજ ફટાકડાં બનાવવાનું કારખાનું ચાલતું હતું. બ્લાસ્ટના કારણે મકાનનો એક હિસ્સો તૂટી ગયો છે. આજુબાજુના લોકો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જોયું કે તેમાં ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

લોકોએ જણાવ્યું, મકાનની અંદર ૯ મજૂરો ફટાકડાં બનાવતા હતા. આ દરમિયાન મકાનને બહારથી તાળુ મારવામાં આવ્યું હતું. આ સંજોગોમાં શંકા છે કે, ફેક્ટરી ગેરકાયદેસર ચલાવવામાં આવતી હતી. બીજી બાજુ બ્લાસ્ટની માહિતી મળતાં બિજનૌરના ડૉ. ધર્મવીર સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ફેક્ટરીના માલિક યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે ફેક્ટરીનું લાઈસન્સ હોવાની વાત કહી છે.

ર્દુઘટનાની માહિતી પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી છે. તે સાથે જ સીનિયર ઓફિસરને પીડિતોને દરેક શક્ય મદદ કરવા કહ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news