ભરૂચ : અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ, 1 કામદારનું મોત
ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયુ છે. આ ઘટના મોડી રાત્રિના સમયે ઘટી હતી. પ્રોડક્શન દરમિયાન બ્લાલ્ટ થતા નાશભાગ મચી જવા પામી હતી. આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતાં યૂનિટમાં કામ કરી રહેલા કામદારનું કરૂણ મોત નીપજ્યું છે, તો પાંચ જેટલા કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કંપનીમાં બ્લાસ્ટની ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ભારે જહેમત બાદ આગની સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં અંકલેશ્વર રૂરલ પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઝીણવટભરી રીતે તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતો અવારનવાર આગ કે બ્લાસ્ટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેમાં કામદારોનો ભોગ લેવાઇ રહ્યો છે અથવા તો જીવ જોખમમાં મૂકાઇ જાય છે. ત્યારે કામદારોને પૂરતા પ્રમાણમાં સેફ્ટી ઇક્વપમેન્ટ પૂરતા પ્રમાણમાં આવી રહ્યાં છે કે નહીં તે દિશમાં ઝીણવટભરી તપાસ જરૂરી છે.