ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સર્જાયો ભયનો માહોલ
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ છે કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. કંપનીમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
મળતી માહિતી અનુસાર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં હાલ 5 વ્યક્તિઓને ગંભીર રીતે ઈજા થઈ છે. બનાવની જાણ થતાં ઈન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાદ, જીપીસીબી, પોલીસ અને મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. તેમજ 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.
આગ વિકરાળ હોવાથી 10 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.