તપવા તૈયાર રહેજોઃ આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રી પહોંચવાની સંભાવના

ગુજરાતમાં હવામાન બદલાઇ રહ્યું છે. આગામી સપ્તાહમાં કેટલીક જગ્યાએ માવઠાની શક્યતા પછી ધીમે ધીમે ગરમીનો પારો વધતો વધતો જશે. આ વર્ષે રાજ્યમાં માર્ચના અંત થી એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ૪૪ થી ૪૫ ડીગ્રી સુધી થવાની સંભાવના છે. માર્ચના મધ્યમાં અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તરપૂર્વનો પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે ૩૫ થી ૩૭ ડીગ્રીનું તાપમાન છે તે માર્ચના અંત સુધીમાં વધીને ૪૦ થી ૪૨ થવાની સંભાવના છે. ૧૯ થી ૨૩ માર્ચ દરમ્યાન કેટલીક જગ્યાએ હવામાનમાં ફેરફારો સાથે માવઠું થવાની શક્યતા પણ રહેલી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. દિલ્હીના આસપાસ વિસ્તાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની પડી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ૧૯થી ૨૩ માર્ચના દેશના ઉત્તર ભારતના ભાગોથી, રાજસ્થાન અને કચ્છના ભાગોમાં અસર થશે. કચ્છ અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધૂળ અને વંટોળ સાથે ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના સૂત્રો કહે છે કે ૨૬મી માર્ચ પછી હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધારો અને ઘટાડો થશે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધવાની શક્યતા છે. એક ખાનગી હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે માર્ચના અંત પછી ગરમીનું પ્રમાણ ૪૦ થી ૪૪ અને કેટલીક જગ્યાએ ૪૫ ડીગ્રી સુધી પહોંચી શકે છે. કોરોના સંક્રમણ વચ્ચે ગરમી વધવાની સંભાવનાને કારણે લોકો ત્રાહિમામ થઇ શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news