૧૦ ઓક્ટોબર સુધી ખરાબ રસ્તાનું સુધારણાનું કામ થશે : ઇજનેર વી.જે.રાઠવા
માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર વી.જે.રાઠવા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ કલસ્ટરના રસ્તાઓ પૈકી અંકલેશ્વર-રાજપીપલાનો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. તેના પર સામાન્ય મરામત, જંગલ કટીંગની કામગીરી અને મીડીયમ સફાઇ જેવી તમામ રસ્તાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ માટે આકર્ષક બનાવી શકે તે મુજબની કામગીરી સાથે નાંદોદ તાલુકામાં ૧૧ જેટલા સ્થળો સહિત જિલ્લાના અન્ય સ્થળોએ પણ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત થઇ રહેલી સઘન કામગીરી તા.૭ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં પૂર્ણ થાય તે રીતનું આયોજન માર્ગ મકાન વિભાગની ટીમ ધ્વારા હાથ ધરાયુ હોવાનું રાઠવાએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી થી તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધી માર્ગ મરામત અભિયાન થકી ચોમાસાના ભારે વરસાદને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય, એવા રસ્તાઓનું સુધારણાનું કામ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર વી.જે.રાઠવા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજ્યભરમાં ચાલી રહેલ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ કે જે ચોમાસા દરમિયાન નુકશાન પામેલ છે. તેવા રસ્તાઓને તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉક્ત કામગીરી પૈકી મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હવે ડામરના પેજ તથા પેવર પટ્ટા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. નાંદોદ તાલુકાના ખામર-વિરપોરનો (સ્ટેટ હાઇવે) રસ્તા મરામતની કામગીરી સહિત જિલ્લા-તાલુકા-ગ્રામ્ય સ્તરે કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.