સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ સુરેન્દ્રનગરમાં મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવી અજાણ્યા ઈસ્મો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. સાયલા તાલુકાના વખતપર પાસે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ ગયા હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની શાખા દ્વારા સાયલા પોલીસમાં ફરિયાદ નોંધાવાય હતી. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજે આરોપીઓને ઝડપી લઇ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કચરામાંથી બેન્જીન જેવી તિવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી ગ્રામજનોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે.

ગરમીની મોસમ ચાલુ થઇ જતાં હવે આવા જ્વલનશિલ કેમિકલના કારણે ગમે ત્યારે અનિચ્છનિય ઘટના બની શકે તેવી દહેશત પ્રવર્તે છે. કેમિકલના જાેખમી જથ્થાનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો ન હોવાથી ચોમાસાની સિઝનમાં કેમિકલમુક્ત પાણી ખેતરો, બોર, કૂવામાં જવાની દહેશત પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પર્યાવરણ અને માલઢોરને પણ નુકશાન થવાની શક્યતા ઉભી થઈ છે. તેમ છતાં આજ દિવસ સુધી આ કેમિકલ વેસ્ટ ઉપાડવામાં આવ્યો નથી. તેથી ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. તેને હજુ સુધી દૂર કરવામાં આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં રોગચાળાની દહેશત પ્રવર્તે છે. કેમિકલનો જાેખમી જથ્થો દૂર કરવા માટે અગાઉ જૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં ખેડૂતો દ્વારા વધુ એક વખત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news