અરવિંદ કેજરીવાલ પાસે ખાલી પોલ્યૂશન છે, સોલ્યૂશન કોઈ નથી,ભાજપે કર્યા ‘આપ’ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત પોલ્યૂશન છે, સોલ્યૂશન નથી. પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલનો ઘેરાવ કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, દિલ્હી સરકાર લોકોના જીવન સાથે રમત રમી રહી છે. કેજરીવાલ દિલ્હીના પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી છે. સંબિત પાત્રાએ કહ્યું કે, આજે અમે આનાથી પણ મોટો કિસ્સો બતાવવા આવ્યા છીએ. દિલ્હી સરકારના શ્રમ મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ ૧૦ લાખમાંથી ૨ લાખ નકલી મજૂરો છે. ૪-૫ મજૂરોના એક જ નંબરથી રજીસ્ટર્ડ છે. નકલી રજીસ્ટ્રેશન કરીને પૈસા ઉપાડવામાં આવ્યા. શ્રમિકાના પૈસા લઈને પાર્ટી પર ખર્ચ કરી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પાસે તેનો પ્રભાર છે. કેજરીવાલની નિયતમાં પ્રદૂષણ છે. અરવિંદ કેજરીવાલની નિયત અન ઈમાન પ્રદૂષિત છે. ભ્રષ્ટાચારના પ્રદૂષણથી દિલ્હીથી ઝઝૂમી રહી છે. સંબિત પાત્રાએ કહ્યુ કે, નિર્માણ શ્રમિકો માટે કામ કરનારી ત્રણ બિન સરકારી સંગઠને દિલ્હીમાં શ્રમિકોના રજીસ્ટ્રેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે, દિલ્હીમાં બે લાખ નકલી શ્રમિકોના રજીસ્ટ્રેશન થયા છે. ૬૫,૦૦૦ શ્રમિકોના નામ પર એક જ મોબાઈલ નંબર નોંધાયેલો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news