બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ
ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ માટે સરકારી જમીન ફાળવવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો માટે ૬૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને ૭૧,૫૦૧ ચો.મી.ની જમીન ફાળવવામાં આવી છે. જમીનની ફાળવણી સંપૂર્ણ પારદર્શી રીતે કરવામાં આવી છે.