અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા ભારે નુકશાન

કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી હતી. ડીપીએમસીના લાશ્કરોએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

જોકે આગમાં કોઈ જાનહાનિ થવા ન પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા આજુ બાજુમાં આવેલા કેમી ફાઇબર કંપનીને પણ ચપેટમાં લીધી હતી. જેના કારણે આગ વધુ વિકરાર બની હતી. બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસી સહિતના ફાયર ટેન્ડરના લાશ્કારોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિના નહિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે બંનેય કંપનીને મોટું નુક્શાન થવા પામ્યું છે. જોકે કંપનીમાં આગ ક્યાં કારણોસર લાવી હતી તે જાણી શકાયું નથી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news