આનંદોઃ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે નોવાવેક્સ રસી

ભારત અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવામાં ટ્રાયલમાં ૯૦.૪% કાર્યક્ષમ હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજુરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલું જરૂરિયાત પૂરી થયા પછી કોઈ અન્ય વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી આપતા અટકાવે છે. આવામાં આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઇ શકે એમ છે. કેમ કે કોવિશિલ્ડનું ઉત્પાદાન કરી રહેલી સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા નોવાવેક્સની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બનશે.

યુ.એસ. અને મેક્સિકોના ૩૦,૦૦૦ જેટલા લોકો પર નોવાવેક્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને તેના પરિણામો ફાઇઝર અને મોડર્નાની સમાન જ છે. નોવાવેક્સને જ્હોનસન એન્ડ જ્હોનસન કરતા વધુ સારી વેક્સિન કહેવામાં આવી રહી છે. જો કે, યુ.એસ. માં નિયમનકારી મંજૂરી મેળવવામાં વિલંબ થશે. ઇમરજન્સી મંજૂરી માટે ઘણી રસીઓ લાઈનમાં છે. યુ.એસ.ના કાયદા મુજબ એકવાર ઘરેલું જરૂરિયાતો માટે પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ થઈ જાય, પછી આગળ કોઈ વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપવાની જરૂર નથી.

સબ-પ્રોટીન પર આધારિત આ વેક્સિન પણ બે ડોઝમાં આપવામાં આવે છે. વેક્સિનને બનાવવા માટે અમેરિકાની સરકારે ૧.૬ બિલિયન ડોલરની સહાય પણ કરેલી છે. ટ્રાયલમાં કેટલીક તકલીફ અને મેન્યુફેક્ચરિંગમાં વિલંબના કારણે આ વેક્સિન ફાઈઝર અને મોડર્નાથી પાછળ રહી ગઈ.

ખાનગી સમાચારના અહેવામાં જણાવાયું છે કે નોવાવેક્સના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેનલે અર્કે કહ્યું કે આ વેક્સિનને પહેલા વિદેશમાં મંજૂરી મળવાની સંભાવના છે. કંપનીએ યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન, કોરિયા અને ભારતમાં અરજી પણ કરી છે. ભારતની વાત કરીએ તો ભારત સરકારનું અનુમાન છે કે સપ્ટેમ્બર-ડીસેમ્બરની વચ્ચે નોવાવેક્સના ૨૦ કરોડ ડોઝ મળી શકશે.

નોવાવેક્સનું નામ ભારતમાં ‘કોવાવેક્સ’ રાખવામાં આવશે. હાલમાં એસઆઇઆઇ આ રસીનું ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો પર પરીક્ષણ કરી રહી છે. એસઆઇઆઇ આ વેક્સિનનું પરીક્ષણ બાળકો પર પણ કરવા માંગે છે. જેમ જેમ શક્યતાઓ ઉભી થઈ રહી છે તેમ તેમ લાગે છે કે આ વેક્સિનને ભારતમાં સૌપ્રથમ મંજૂરી મળી શકે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં એક અધિકારીના કહેવા પ્રમાણે જણાવ્યું છે કે, નિયમનકારી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તો કોવાવેક્સનો શરૂઆતનો સ્ટોક ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે. યુ.એસ.ની ૫૦% થી વધુ વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ચુક્યો છે. આવી સ્થિતિમાં, ત્યાં કોવિડ વેક્સિનની માંગ ઓછી થઈ છે. વિકાસશીલ દેશોમાં ૯૦  અસરકારકતા ધરાવતી નોવાવેક્સ વેક્સિન માટે એક નવું બજાર બની શકે એમ છે, જે દેશો તેમની વસ્તીને વધુને વધુ વેક્સિન આપવા માગે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news