એએમસીના CEO હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ એફિડેવિટ પર કોર્ટની માફી માંગે

અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં વધુ સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટને એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અમદાવાદના હાંસોલમાં પૂરતી ગટર વ્યવસ્થા ન હોવાથી ત્યાંના ખારકુવામાંથી એકત્રિત કરાયેલ અનટ્રીટેડ સુએજ મેગા પાઈપલાઇનમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતુ. આ વિડિયો MEGAના સીઇઓ દીપક દાવડાએ કોર્ટ મિત્રને મોકલ્યો હતો.  સાબરમતી નદીમાં આ રીતે સુએજની ગંદકી ઠલવાતી હોય ત્યારે એએમસીની ટીમની જવાબદારીને લઇને હાઈકોર્ટ દ્વારા એએમસીને ફટકાર લગાવવામાં આવી હતી. હાઈકોર્ટ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરી કોર્ટ સમક્ષ મૂકવા માટે કોર્ટ મિત્રને નિર્દેશ આપ્યો હતો. જે અંગે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સંદર્ભે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટ મિત્રએ જણાવ્યું હતુ કે જે વિડિયો તેમને MEGAના સીઇઓએ મોકલ્યો હતો. તેમાં એએમસી પોતાની જ સુએજ લાઇનમાં ઠાલવતું હતુ. આ માટે તેમણે એએમસીને પત્ર લખીને માફી માંગી છે. આ બાબતે કોર્ટ મિત્રએ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ તેમને કોર્ટની માફી માંગવા પણ જણાવ્યું હતુ.

જોકે, વિડિયોમાં જેવા મળતી જગ્યાએ MEGA અને એએમસીની પાઈપલાઇન જોડે જાય છે અને જેથી એએમસી સુએજને MEGAની પાઇપલાઇનમાં ઠાલવી રહ્યાંનું લાગી રહ્યું છે. જોકે, જ્યાં જે પાઈપલાઇનમાં પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવ્યું હતુ તે એએમસીની સુએજ લાઇન જ હતી તેમ કોર્ટને જણાવાયું હતુ. એએમસીએ પણ જણાવ્યું હતુ કે 15 જેટલા વર્ષોથી ત્યાં બે પાઇપલાઇન વચ્ચે 20 મીટર જેટલું અંતર છે. જેથી આવો કોઈ વિડિયો સામે આવે ત્યારે એએમસીને ચકાસણી કરવા મોકલવામાં આવે. આવા વિડિયોથી એએમસીની છબી ખરાબ થઈ છે.

યોગ્ય ચકાસણી કર્યા વિના MEGAના સીઇઓ કેવી રીતે આવો વિડિયો મોકલી શકે? અમે આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યાં છે તેમ જણાવી હાઈકોર્ટે MEGAના સીઇઓને ખખડાવતા નોંધ્યું હતુ કે એક અઠવાડિયાની અંદર MEGAના સીઇઓ કોર્ટની એફિડેવિટ ઉપર માફી માંગવા ઉપરાંત જાહેરમાં માફી માંગશે.  આ મુદ્દે વધુ સુનાવણી 30 ઓગસ્ટે હાથ ધરાશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news