તાપી રિવરફ્રન્ટના ડોમમાં ૩ દિવસ બાદ ફરી ભીષણ આગ લાગી

તાપી રિવર ફ્રન્ટ ખાતેના ડોમમાં આગ લાગી હતી. ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટોની અંદર આગની જ્વાળા એટલે વિશાળ બની હતી કે, સમગ્ર ડોમને લપેટમાં લઇ લીધો હતો. આગની જ્વાળા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા આખો ડોમ બળીને ખાક થઈ ગયો હતો. સદ્‌નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગ્યા બાદ આ અંગે કોઈ દુર્ઘટના કે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. ફાયરની ટીમોએ ધુમાડા નીકળતા હોવાથી કુલિંગ કામ ચાલુ જ રાખ્યું હતું.જો કે સમગ્ર વિસ્તારમાં ભારે ડરનો માહોલ પેદા થયો હતો. આ અંગે સ્થાનિકોએ કહ્યું કે, ફાયરબ્રિગેડ સમયસર આવી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જો કે આગ વિકરાળ બની હતી.સુરતના અડાજણ પાટીયા પાસે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તાપી રિવર ફ્રન્ટ ખાતે ડોમ બનાવવામાં આવ્યો હતો. તેમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં અફરાતફરી મચી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી તે જ ડોમમાં આગ લાગી હતી. તેમજ આજે ફરી એક વખત આગ લાગી હતી. આગ એટલી ભીષણ દેખાતી હતી કે, દોઢ થી બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા નીકળતા દેખાયા હતા. રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગવાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news