આપ સરકારની કરી જાહેરાત, “દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ”

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે રાજધાનીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર વિસ્ફોટક અધિનિયમની કલમ ૯બી હેઠળ ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલ થશે. દિલ્હી સરકારે સપ્ટેમ્બરમાં એક આદેશ જાહેર કરી આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. છેલ્લા બે વર્ષથી આ પ્રકારનો પ્રતિબંધ છે.

ગોપાલ રાયે કહ્યુ કે ૨૧ ઓક્ટોબરે એક જન-જાગરૂકતા અભિયાન ‘દીવા પ્રગટાવો ફટાકડા નહીં’ શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકાર શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ૫૧૦૦૦ દીવા પ્રગટાવશે. મંત્રીએ કહ્યું- દિલ્હીમાં ફટાકડાની ખરીદી અને તેને ફોડવા પર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ ૨૦૦ રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે. ગોપાલ રાયે કહ્યું કે પ્રતિબંધ લાગૂ કરવા માટે ૪૦૮ ટીમોની રચના કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના સહાયક પોલીસ કમિશનર હેઠળ ૨૧૦ ટીમોની રચના કરવામાં આવી છે, જ્યારે મહેસૂલ વિભાગે ૧૬૫ અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ ૩૩ ટીમોની રચના કરી છે. મંત્રીએ કહ્યું કે ઉલ્લંઘનના ૧૮૮ મામલા સામે આવ્યા છે અને ૧૬ ઓક્ટોબર સુધી ૨૯૧૭ કિલોગ્રામ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news