કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે ૩ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી ઉઠ્યા

કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. સાવરે ૯.૧૭ મિનિટે તાલુકા મથક ભચાઉથી ૧૭ કિલોમીટર દૂર ઉત્તર દિશાએ ૩ની તિવ્રતાનો આફ્ટરશોક ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. ભચાઉના નેર , કડોલ અને ખારોઈ ગામની વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી આસપાસના ગામના લોકો ધ્રુજી ઉઠ્‌યા હતા. વર્ષ ૨૦૦૧ના ભૂકંપને તા.૨૬ના ૨૩ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ મહા ભૂંકપ બાદ અનુભવાતા આફ્ટરશોક લગાતાર હાજરી નોંધાવી રહ્યા છે અને વર્ષના પ્રારંભમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર ૩ આંચકા આવી ચુક્યા છે.

કચ્છમાં સતત આવતા ધરતીકંપના આંચકા ચોક્કસ જમીનમાં થઈ ક્રિયાને દર્શાવતા રહે છે. જોકે નાના-નાના આફ્ટરશોકથી મોટા ભૂકંપની સંભાવના ઘટાડી દેતા હોવાનું અગાઉ જાણકારો જણાવી ચુક્યા છે. તેમ છતાં ભૂંકપના આંચકા ક્યાંકને ક્યાંક લોકોને ઘડીભર માટે ચિંતાનો અનુભવ કરાવતા રહે છે. આજે આજ પ્રકારના વધુ એક આંચકાએ વાગડ વિસ્તારને ધ્રુજાવી મૂક્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news