મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના, ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મોત
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ. હોસ્પિટલની ઓક્સિજન ટેન્ક લીક થતા 30 દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે.
ઓક્સિજન લીક થતા લગભગ 30 મિનિટ જેટલા સમય સુધી સપ્લાય રોકાઈ ગયો હતો. હજુ પણ 30 થી 35 લોકોની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. ટેન્કના સપ્લાય પાઇપમાં લીકેજ થયું હતું જે સમયે ઓક્સિજન સપ્લાય રોકાયો ત્યારે 171 દર્દીઓ ઓક્સિજન પર હતા અને 67 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.