ભરુચના પાલેજ GIDC માં ભીષણ આગ લાગી
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDC માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.પાલેજ GIDC માં આવેલી રુચિકા વેસ્ટિજ કંપનીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની પ્રયત્ન હાથ ધર્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જેની તપાસ કરવામાં આવશે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.